દેશના ચકચારી શ્રદ્ધા હત્યાકાંડ મામલે સીબીઆઈ તપાસ કરાવવા માટે એક વકીલ તરફથી દિલ્લી હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે શ્રદ્ધા હત્યાકાંડ 6 મહિના પહેલા થયો હતો. આની સીબીઆઈ તપાસ કરાવવામાં આવે કારણકે દિલ્લી પોલીસમાં પ્રશાસનિક-કર્મચારીઓની કમી અને આધુનિક તેમજ વૈજ્ઞાનિક ઉપકરણોના અભાવે પુરાવા મેળવવામાં મુશ્કેલી આવી રહી છે.