-
છેલ્લા થોડા વર્ષોથી અર્બન ગુજરાતીના નામે શરુ થયેલો ગુજરાતી સિનેમાનો નવો દૌર અત્યાર સુધી બે પાટા પર ચાલ્યો છે - એક 'છેલ્લો દિવસ' જેવા કોલેજીયન મસ્તીના થીમ પર અને બીજો, 'લવની ભવાઈ' જેવી અર્બન લવ સ્ટોરી પર. હિન્દીની જેમ ગુજરાતીમાં પણ એક સફળ ફિલ્મની પાછળ એવા જ થીમવાળી ફિલ્મોની લાઈન લાગવી સાવ સ્વાભાવિક છે. એવામાં ગુજરાતીમાં દુર્લભ એવા વિજ્ઞાનના વિષય પર ગુજરાતી સાયફાય ફિલ્મ લઈને આવવું એટલું જ નહિ, એ ગુજરાતી ફિલ્મ હિંદી - ઈંગ્લીશને ટક્કર મારે એવી ટેકનીકલી પણ સજ્જડ બનાવવી એ ચોક્કસ કાબિલે દાદ છે. આરજે ધ્વનિત અભિનીત આ ફિલ્મ પહેલેથી છેલ્લે સુધી તમને ખુરશીમાં જકડી રાખે છે. એના બધા જ પાસા - સ્ટોરી, અભિનય, દિગ્દર્શન, સ્પેશ્યલ ઈફેક્ટ, બેક ગ્રાઉન્ડ મ્યુઝીક - મજબૂત છે. હા, નવો દૌરની આ પહેલી ગુજરાતી સાયંસ ફિક્શન તો છે જ, કોઈ પણ ગીત વગરની પણ આ પહેલી જ ગુજરાતી ફિલ્મ છે. દક્ષિણ ભારત અને બંગાળમાં ફિલ્મોમાં અદભૂત વિષય વૈવિધ્ય જોવા મળે છે, જેનો આપણે ત્યાં પહેલા અભાવ હતો અને હજી પણ અભાવ છે. એવામાં, બીજા નિર્માતા, નિર્દેશક અને અભિનેતાને ગુજરાતીમાં નવા વિષયો ખેડવાની હિંમત મળે એટલા માટે પણ ધ્વનીતની આ મનોરંજક ફિલ્મ 'શોર્ટ સર્કિટ' જોવી જ જોઈએ.