અમદાવાદ મ્યુ. કમિશનર વિજય નેહરાએ જણાવ્યું છે કે, કેન્દ્ર સરકારના આદેશ અનુસાર આવતીકાલથી એટલે કે રવિવારથી શહેરમાં લોકો દુકાનો ખોલી શકશે. જોકે તેમાંથી જમાલપુર, ખાડિયા, દરિયાપુર, શાહપુર, બહેરામપુરા અને દાણીલીમડા કન્ટેઇનમેન્ટ ઝોનમાં આવતા હોવાથી આ વિસ્તારોમાં છૂટ આપવામાં આવી નથી. જેથી આ વિસ્તારોમાં કોઈ પણ દુકાન ખોલી શકાશે નહીં. આ તમામ વિસ્તારોમાં લોકડાઉનનો ચુસ્ત અમલ કરાવવામાં આવશે.
ઉપરોક્ત જાહેર કરવામાં આવેલા વિસ્તાર સિવાયના તમામ વિસ્તારોમાં દુકાનો ખુલી રાખી શકાશે. આ છૂટ મોલને આપવામાં આવી નથી. કોર્પોરેશનની ટિમ આ ખુલ્લી રહેતી તમામ દુકાનોમાં ચેકીંગ કરશે અને જ્યાં નિયમોનું પાલન કરવામાં નહીં આવતું હોય ત્યાં દુકાન બંધ કરાવી દેવામાં આવશે. સરકારની જોગવાઈ અનુસાર ખોલવામાં આવતી તમામ દુકાનો નિયમોને આધીન ખુલ્લી રાખવામાં આવશે. જેમાં સૅનેટાઇઝર રાખવું, માસ્ક પહેરવું અને સોશિયલ ડીસ્ટન્સ જાળવવાનું પાલન કરવું જેવા નિયમોનો સમાવેશ થાય છે.