અમદાવાદ શહરેમાં કોરાના વાયરસના વધી રહેલા કહેરને અટકાવવા માટે AMC દ્વારા ઘણા એવા પગલા લેવામાં આવી રહ્યા છે. ત્યારે આજ રોજ AMC કમિશનર મુકેશ કુમારે તમામ ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્વની બેઠકનું આયોજન કર્યું હતું. જેમાં શહેરના કન્ટેઈનમેન્ટ ઝોન સિવાયના તમામ એટલે કે સાબરમતી નદીના પૂર્વ વિસ્તાર સહિત તમામ ઉત્પાદન પ્રવૃત્તિઓને છૂટ આપવામાં આવી છે. આ છૂટ રાજ્ય સરકારના ઉદ્યોગ વિભાગના સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝર અને સુચનાઓને આધીન રહેશે. તે મુજબ હવે પશ્ચિમ ઉપરાંત પૂર્વ વિસ્તારોમાં પણ ઉત્પાદનની છૂટ આપવામાં આવી છે. પરંતુ કન્ટેઈનમેન્ટ ઝોનમાં આવતા વિસ્તારોમાં આ પ્રવૃત્તિ હાથ ધરી શકાશે નહીં.