પશ્ચિમ રેલવે દ્વારા તા.1 માર્ચથી મુંબઇ સેન્ટ્રલથી અમદાવાદ વચ્ચે ચાલતી શતાબ્દી એક્સપ્રેસમાં ' શોપિંગ ઓન બોર્ડ 'ની સુવિધા શરૂ કરી દેવામાં આવી છે. મુસાફરી દરમિયાન મુસાફરો તેમની જરૂરીયાતની ચીજવસ્તુઓ ટ્રેનમાં જ ખરીદી શકે તે માટે આ સેવા શરૂ કરાઇ છે. હવાઇ સેવામાં મળતી આ સુવિધાનો પ્રયોગ હવે ટ્રેનોમાં શરૂ કરવામાં આવ્યો છે. રેલવેના અધિકારીઓએ જણાવ્યું હતું કે, પ્રથમ દિવસે ટ્રેનમાં મહિલાઓના સૌદર્ય પ્રસાધનો અને બાળકોના રમકડાઓનું સૌથી વધુ વેચાણ થયું હતું.
આ અંગે અધિકારીઓના જણાવ્યા મુજબ પશ્ચિમ રેલવેની 16 મેલ-એક્સપ્રેસ ટ્રેનોમાં આ સેવા ટૂંક સમયમાં શરુ થશે. શુક્રવારે મુંબઇ સેન્ટ્રલ અને અમદાવાદ વચ્ચે ચાલતી શતાબ્દી એક્સપ્રેસમાં આ સેવા શરૂ કરાઇ હતી. આજે શનિવારે બાન્દ્રા ટર્મિનસ-જમ્મુતવી તેમજ વિવેક એક્સપ્રેસમાં આ સેવા શરૂ કરવામાં આવશે.
આ નવા પ્રયોગથી મુસાફરોને મુસાફરી દરમિયાન જ મનપસંદ વસ્તુઓની ખરીદી કરવાનો વિકલ્પ મળી રહેશે. આ સેવા દ્વારા રેલવેની આવક વધવાની સાથે મુસાફરોને પણ સુવિધા મળી રહેશે.