અમેરિકામાં ફરી એકવાર ગોળીબારની ઘટના સામે આવી છે. સોમવારે એક મહિલા હુમલાખોરે નૈશવિલની એક પ્રાથમિક શાળામાં ફાયરિંગની ઘટનાને અંજામ આપ્યો હતો. નૈશવિલ પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે કે 28 વર્ષની મહિલા શૂટરનું મોત થયું છે. જો કે આ ઘટના પાછળનું કારણ હજુ સુધી પોલીસ દ્વારા બહાર આવ્યું નથી. અધિકારીઓ અને મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ઘટનામાં ત્રણ બાળકો સહિત 6ના મોત થયા છે. જે શાળામાં આ ઘટના બની તે પ્રી સ્કૂલ હતી. તેમાં ભણતા તમામ બાળકોની ઉંમર 12 વર્ષથી ઓછી હતી