ભારતની મહિલા શૂટર મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં ૧૦ મીટર એર પિસ્તોલની વ્યક્તિગત ઈવેન્ટ બાદ સરબજોત સિંઘ સાથે મળીને ૧૦ મીટર એર પિસ્તોલની મિક્સ ટીમ ઈવેન્ટમાં પણ બ્રોન્ઝ મેડલ જીતી લીધો હતો. આ સાથે મનુ ભાકર એક જ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી ભારતીય રમત ઈતિહાસની સૌપ્રથમ ખેલાડી બની ગઈ છે. પેરિસ ઓલિમ્પિક ૨૦૨૪માં ભારતને બીજા મેડલ તરીકે પણ બ્રોન્ઝ મળ્યો હતો અને તે શૂટિંગમાં જ હાંસલ થયો હતો. નોંધપાત્ર છે કે, શૂટિંગની ટીમ ઈવેન્ટમાં ભારતે આ પહેલીવાર ઓલિમ્પિક મેડલ જીત્યો હતો. મનુએ રવિવારે જ ૧૦ મીટર એર પિસ્તોલનની વ્યક્તિગત સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.