પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ પર એક વ્યક્તિએ જૂતું ફેંક્યું હતું. ‘જિયો ટીવી’ના અહેવાલ અમુસાર એક શાળાના કાર્યક્રમમાં નવાઝ જેવા મંચ પર લોકોને સંબોધિત કરવા પહોંચ્યા તે સમયે જ તેમની પર જૂતું ફેંકાયું હતું. પોલીસે કહ્યું કે હુમલાખોરની ઓળખ તલહા મુનવ્વર તરીકે થઇ છે જે આ સ્કૂલનો વિદ્યાર્થી રહી ચૂકયો છે. આ કેસમાં બે બીજા શંકાસ્પદની ધરપકડ પણ થઈ છે.