ગુજરાત વિધાનસભા પરિસરમાં ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા પર જૂતું ફેંકવાની ઘટના બાદ સુરક્ષા સઘન બનાવાઈ. સુરક્ષા એજન્સીએ વિધાનસભાનું સીસીટીવી નેટવર્ક વધુ સઘન બનાવ્યું છે. આ ઉપરાંત મીડીયા બ્રીફીંગની જગ્યાએ વધુ એક સીસીટીવી કેમેરો લગાવ્યો છે. મીડીયા માટે અલગ બેરેક પણ બનાવવામાં આવી છે. આ ઉપરાંત વિઝિટર્સને કોઈ પણ વસ્તુ અંદર લઈ જવા દેવા પર પ્રતિબંધ ફરમાવાયો.