આરબીઆઈએ સતત આઠ વખત રેપો રેટ જાળવી રાખ્યા હોવા છતાં દેશની ટોચની બેન્ક એસબીઆઈએ એમસીએલઆર રેટમાં વધારો કર્યો છે. જેનાથી તેના કરોડો ગ્રાહકોના ખિસ્સા પર બોજો વધશે. એસબીઆઈએ એમસીએલઆર રેટમાં 0.10 ટકા સુધી વધારો કરતાં હોમ લોન અને કાર લોન હવે મોંઘી થશે. વ્યાજના નવા દરો 15 જુલાઈથી લાગૂ થશે.