Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભાજપ નેતા અલ્પેશ ઠાકોર પેટા ચૂંટણીની જાહેરાત પહેલા જ પ્રચાર શરૂ કર્યો છે તેવી વાતો સામે આવી છે. રાધનપુર વિધાનસભા વિસ્તારમાં અલ્પેશ ઠાકોરના  બેનર લગાવવામાં આવ્યા છે અને 30 તારીખથી ગામડાઓનો પ્રવાસની શરૂઆત કરી છે. અલ્પેશ ઠાકોર રાધનપુરમાં પ્રચારના શ્રીગણેશ કર્યા છે હોવાથી શંકર ચૌધરીની આશા પર પાણી ફરી વળ્યું છે. આમ અલ્પેશ ઠાકોરે રાધનપુર વિધાનસભા બેઠક પરથી ચુંટણી લડવાના સ્પષ્ટ સંકેત આપી દીધા છે.

શંકર ચૌધરીની રાધનપુરથી ચૂંટણી લડવાની અટકળો અંગે અલ્પેશ ઠાકોરે થોડા દિવસ પહેલા કહ્યું હતું કે  શંકર ચૌધરી અને મારું મ્યુચ્યુઅલ અંડરસ્ટેન્ડિંગ છે.પરંતુ શંકર ચૌધરીની આશા પર પાણી ફરી શકે છે. કારણ કે થરાદ બેઠક પર  સાંસદ પરબત પટેલના પુત્ર શૈલેશ પટેલનું નામ આગળ આવ્યું છે.

ઉત્તર ગુજરાતના રાજકીય સમીકરણો બદલાઈ રહ્યા છે કે શંકર ચૌધરી આ વિસ્તારના સૌથી કદાવર નેતા છે અને તેઓનું પ્રભુત્વ એક હથ્થુ રહ્યું છે. અલ્પેશ ઠાકોર ભાજપમાં આવ્યા પછી હવે ઉત્તર ગુજરાતનો કદાવર નેતા અને ઓબીસી નેતા કોણ? તો અલ્પેશ ઠાકોર અને શંકર ચૌધરી વચ્ચે ગળાકાપ હરીફાઈ થવાની છે. અલ્પેશ ઠાકોરને જો ઉત્તર ગુજરાત પર પ્રભુત્ત્વ પ્રાપ્ત કરવું હશે તો શંકર ચૌધરીનો કાંટો કાઢવો પડશે એવું રાજકીય પંડીતો પણ માની રહ્યા છે તે દિશામાં અલ્પેશ ઠાકોર અગાળ વધી રહ્યા છે.

મહત્વનું છે કે ગત વિધાનસભા ચૂંટણીમાં બનાસકાંઠાની વાવ બેઠક પરથી શંકર ચૌધરી કોંગ્રેસના ગેનીબેન ઠાકોરની સામે હારી ગયાં હતાં. ત્યાર બાદ કોંગ્રેસને અલવિદા કહી દેનાર અલ્પેશ ઠાકોરની રાધનપુર બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે. ઉલ્લેખનીય છે કે રાધનપુર બેઠક પરથી કોંગ્રેસ તરફથી અલ્પેશ ઠાકોર ધારાસભ્ય હતાં.

આવામાં પેટા ચૂંટણી યોજાવાની છે ત્યારે સૂત્રો તરફથી કહેવાતું હતું કે રાધનપુરથી ભાજપ શંકર ચૌધરીને મેદાને ઉતારી શકે છે. પરંતુ જે રીતે હવે અલ્પેશે પેટાચૂંટણીની જાહેરાત પહેલાં જ રાધનપુરથી ચૂંટણી પ્રચાર કરી દીધો છે ત્યારે લાગી રહ્યું છે કે શંકર ચૌધરીની આશા પર પાણી ફરી શકે છે. આગામી સમયમાં જોવાનું રહેશે કે અલ્પેશ અને શંકર ચૌધરી વચ્ચે કઈ સમજૂતી ગોઠવાય છે અને ભાજપ કયા ફોર્મ્યુલાના આધારે આ રાધનપુર જંગને પાર પાડે છે.

શંકર ચૌધરી કોંગ્રેસ સાથે સેટિંગ કરવામાં માહિર છે

શંકર ચૌધરી અંદર ખાને કોંગ્રેસના નેતાઓને પણ સાચવી લે છે તે સૂત્રો પાસેથી માહિતી મળી છે. ૨૦૧૨ની ગુજરાત વિધાનસભાની ચુંટણી હતી ત્યારે કોંગ્રેસે વાવ બેઠક પર એન.સી પી સાથે ગઠબંધન કર્યું હતું તેવા સંજોગમાં શંકર ચૌધરી ચુંટણી હારે તેમ હતું પણ છેલ્લી ઘડી કોંગ્રેસે ગઠબંધન એન. સી.પી સાથે તોડી પોતાના ઉમેદવાર તરીકે ગેનીબેન ઠાકોર ટિકિટ આપી હતી અને કોંગ્રેસ અને એન.સી.પી વચ્ચે મતોનું વિભાજન થઇ ગયું હતું ત્યારે શંકર ચૌધરી માત્ર 11,૦૦૦ની આસપાસ મતોથી જીત મેળવી હતી. સૂત્રોનું કહેવું છે કે કોઈ પણ હાલતમાં શંકર ચૌધરીને ગાંધીનગર સુધી પહોંચવું છે તેના માટે તમામ રાજકીય દાવ રમવાની તૈયારી દાખવી રહ્યા છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ