મહારાષ્ટ્રમાં આજે સાંજે રાષ્ટ્રપિત શાસન લાગુ થયા બાદ કોંગ્રેસ-NCP, શિવસેના અને ભાજપે મીડિયાને સંબોધન કર્યુ હતું. જેમાં સૌથી ચોંકાવનારી વાત એ હતી કે ભાજપે પણ હવે સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. ભાજપ તરફથી નારાયણ રાણેએ મીડિયાને સંબોધન કર્યુ હતું અને કહ્યું હતું કે ભાજપ સરકાર બનાવવા માટે પ્રયત્નો કરી રહી છે અને ભાજપ મહારાષ્ટ્રમાં સરકાર બનાવશે. આ દરમ્યાન સૌથી મોટી વાત તેમણે એ કરી કે ભાજપ 145થી વધુ ધારાસભ્યોને લઈને સરકાર રચશે. ઘણાં પક્ષોના ધારાસભ્યો અમારા સંપર્કમાં છે.