શિવસેના પક્ષના મુખપત્ર સામનાના તંત્રીલેખ દ્વારા શિવસેનાએ જમ્મુ-કાશ્મીરમાં રમઝાનમાં સસ્પેન્શન ઓફ ઓપરેશન દરમિયાન આતંકી હિંસાચાર અને પથ્થબાજી મામલે આકરી ચાબખાબાજી કરી છે. શિવેસનાએ વડાપ્રધાન મોદીની વિદેશ યાત્રા, સંરક્ષણમંત્રી અને ગૃહમંત્રીને નિશાને લીધા છે. મોદી સરકારની કાશ્મીર નીતિને પણ નિષ્ફળ ગણાવી છે. કાશ્મીરમાં નગ્ન નાચ શીર્ષક હેઠળ પ્રકાશિત તંત્રીલેખમાં કેન્દ્રની મોદી સરકારની કાશ્મીર નીતિને આડે હાથ લેવામાં આવી છે.