ગોવા અને ઉત્તર પ્રદેશ પછી શિવસેના કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના મેદાનમાં પણ ઊતરશે.શિવસેનાના સાંસદ સંજય રાઉતે આ અંગેની જાહેરાત મુંબઈ ખાતે કરી હતી. શિવસેનાએ થોડા સમય પૂર્વે જ મહારાષ્ટ્ર સહિત દેશભરમાં લોકસભાની ચૂંટણીઓ સ્વબળે લડાવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. શિવસેનાના આ નિર્ણયને ભાજપ દ્વારા ગંભીરપણે લેવામાં આવ્યો છે.