મહારાષ્ટ્રમાં સરકાર રચવાના પ્રયાસમાં લાગેલી શિવસેનાને ઝટકો લાગ્યો છે. રાજ્યપાલે શિવસેનાને વધારે સમય આપવાની મનાઈ કરી છે. ભગચ સિંહ કોશ્યારી સાથે મુલાકાત કર્યાં બાદ શિવસેના નેતા આદિત્ય ઠાકરેએ કહ્યું કે, રાજ્યાપાલે વધારે સમય આપવાની મનાઈ કરી દીધી છે.
તેમણે કહ્યું કે, રાજ્યપાલને જણાવ્યું કે, બાકીની પાર્ટીઓ સાથે વાતચીત ચાલી રહી છે. શિવસેનાને 24 કલાકનો વધારે સમય આપવાની રાજ્યપાલે મનાઈ કરી છે. અમારો દાવો ફગાવ્યો નથી. અમે રાજ્યપાલને જણાવ્યું કે, અમે સરકાર બનાવવા માંગીએ છીએ.
એક તબક્કે એવી અટકળો સામે આવી હતી કે, મહારાષ્ટ્રમાં શિવસેના-NCPના ગઠબંધનને કોંગ્રેસ બહારથી ટેકો આપશે પરંતુ તેના પર કોંગ્રેસના નેતા મલ્લિકાર્જૂન ખડગેએ જણાવ્યું કે, અમે પહેલેથી જ એક પ્રેસ નોટ જારી કરી દીધી છે અને અમે ઉલ્લેખ કર્યો છે કે, અમારી કાર્યકારી સમિતિના સભ્યો અને અમારા PCC નેતાઓ સાથે ચર્ચા કરી લીધી છે. અમારા AICC પ્રમુખ શરદ પવાર જી સાથે વાત કરી છે. આવતીકાલે મુંબઈમાં આ અંગે વધુ ચર્ચા થશે.