મધ્યપ્રદેશના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવી ગયો છે. ભાજપના દિગ્ગજ નેતા શિવરાજ સિંહ ચૌહાણ આજે સાંજે ફરી એકવાર મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરી શકે છે. ભોપાલમાં આજે સાંજે છ વાગ્ય્યે ભાજપના ધારાસભ્યોની બેઠક યોજાશે. ત્યાર બાદ જ શપથગ્રહણ કાર્યક્રમ યોજાય તેમ માનવામાં આવે છે.
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી પદે શિવરાજ સિંહનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે. જોકે ત્યાર બાદ યાદીમાં નરેન્દ્ર સિંહ તોમરનું નામ હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. પરંતુ શિવરાજ સિંહ પર મ્હોર લાગે તે લગભગ નક્કી છે.