કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અંગે વિવાદિત નિવેદન આપ્યા બાદ રાજ્યમાં રાજકારણ ગરમાયું છે. શિવવસેનાએ આક્રમક તેવર અપનાવ્યા છે. રાજ્યમાં ઠેર ઠેર શિવસેનાના કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા છે. દેખાવો થઈ રહ્યા છે. શિવસેના કાર્યકરોએ નાસિકમાં ભાજપના કાર્યાલયમાં તોડફોડ મચાવી છે. આ સાથે જ નાસિકમાં નારાયણ રાણે વિરુદ્ધ કેસ પણ દાખલ કરાયો છે. નાસિક પોલીસે ધરપકડના આદેશ પણ આપ્યા છે અને તેમના વિરુદ્ધ વોરન્ટ પણ ઈશ્યું થયું છે. કહેવાય છે કે નાસિક પોલીસ નારાયણ રાણેની ધરપકડ માટે નીકળી ગઈ છે. મુંબઈમાં પણ શિવસૈનિકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને રાણેની ધરપકડની માગણી કરી રહ્યા છે.