મહારાષ્ટ્રમાં સત્તા મેળવવા માટે દરેક પક્ષ મથામણ કરી રહ્યા છે. સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલી સત્તાની જંગમાં દરેક રાજકીય દળ પોત-પોતાના ધારાસભ્યોને બચાવવામાં લાગેલા છે. એક તરફ સુપ્રીમ કોર્ટે આ સમગ્ર મામલે મંગળવાર સુધી નિર્ણય સુરક્ષિત રાખી લીધો છે તો બીજી તરફ ભાજપના ડરથી શિવસેના સતત પોતાના ધારાસભ્યોના લોકેશન બદલી રહી છે. શિવસેનાએ પોતાના ધારાસભ્યોને હોટલ લલિતથી હોટલ લેમન ટ્રીમાં સ્થળાંતરિત કરી દીધા છે.