શિવસેનાના બળવાખોર ધારાસભ્યોને આજે એક મોટી કાનૂની રાહત રુપે તેમને ધારાસભ્યપદેથી ગેરલાયક ઠેરવવાની ઉદ્ધવ ઠાકરે સરકારની કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટે બ્રેક લગાવી દીધી છે. ડેપ્યુટી સ્પીકર દ્વારા બળવાખોરોેને તેમને ધારાસભ્યપદેથી ગેરલાયક કેમ ના ઠેરવવા તેની નોટિસનો જવાબ આપવાની મુદ્દત આજે સાંજે પૂર્ણ થતી હતી તે હવે સુપ્રીમ કોર્ટે ૧૧ જુલાઈ સુધી લંબાવી આપી છે. સુપ્રીમ કોર્ટે ફ્લોર ટેસ્ટ યોજવા પર પણ સ્ટે આપવાની માગણી કરતાં બળવાખોરોનું હવેનું પગલું રાજ્યપાલને ઉદ્ધવ સરકાર લઘુમતીમાં આવી ગઈ છે તેની રજૂઆત કરી ફ્લોર ટેસ્ટની માગણી કરવાનું રહેશે. ભાજપ પણ પોતાની સાથે ૧૭૦ ધારાસભ્યોના ટેકો હોવાના દાવા સાથે ફ્લોર ટેસ્ટની માગણી કરી શકે છે. બીજી તરફ શિવસેનાએ બળવાખોરો પર આક્રમણના ભાગરુપે બળવાખોર મંત્રીઓના ખાતાં આંચકી લીધાં છે. દરમિયાન, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતને સમન્સ પાઠવવામાં આવ્યા છે પરંતુ રાઉતે હાજર થવાનો ઈનકાર કરી દીધો છે.