Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મહારાષ્ટ્રની રાજનીતિમાં જુદાં-જુદાં વળાંકો જોવા મળી રહ્યાં છે. સોમવારે સાંજે NCP-શિવસેના-કોંગ્રેસ પોતાના ધારાસભ્યોની પરેડ કરાવી રહ્યું છે. મુંબઈની હોટલ ગ્રાન્ડ હયાતમાં ત્રણેય દળોના ધારાસભ્યો સિવાય સમાજવાદી પાર્ટી અને અન્ય કેટલાંક અપક્ષ ધારાસભ્યો મીડિયા સામે પરેડ કરી રહ્યાં છે. દરેક ધારાસભ્યો પોતાના નામ અને પોતપોતાના વિધાનસભા ક્ષેત્રનું નામ જણાવી રહ્યાં છે.

અમે હવે બતાવીશું, શિવસેના શું છેઃ ઉદ્ધવ ઠાકરે

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે અમે છેલ્લા 25-30 વર્ષોથી તમારી સાથે હતા, ત્યારે તમે સમજી ન શક્યા. હવે અમે જણાવીશું કે શિવસેના શું વસ્તુ છે. તેમણે કહ્યું કે અમે માત્ર 5 વર્ષ સરકાર બનાવવા માટે નહીં, લાંબા સમય સુધી ચલાવવા માટે સાથે આવ્યા છીએ.

હવે બદલશે દેશનો ઇતિહાસ, મહારાષ્ટ્રથી શરૂઆતઃ શરદ પવાર

શરદ પવારે કહ્યું કે ગઠબંધન માત્ર થોડા સમય માટે નહીં, લાંબા સમય સુધી છે. ભાજપને નિશાને લેતા તેમણે કહ્યું કે જે લોકો કેન્દ્રમાં છે તેમણે વધુ એક રાજ્યમાં આ કામ કર્યું હતું. આ તેમને ઇતિહાસ છે. તેમણે ખોટી રીતે આ સરકાર બનાવી છે. પવારે કહ્યું કે મહારાષ્ટ્રમાં કુલ 288 બેઠકો છે. સૌથી વધુ જીતેલા ધારાસભ્યો અહીં છે. કર્ણાટક, ગોવા, મણિપુરમાં બહુમતિ ન હોવાથી તેમણે પવારનો દુરૂપયોગ કરી સરકાર બનાવી.

અજિતને પાર્ટીમાંથી કાઢવાનો નિર્ણય લીધોઃ શરદ પવાર

અજિત પવારને લઇને પ્રથમ વખત ખુલીને બોલતા શરદ પવારે કહ્યું કે, તેમને ધારાસભ્ય દળના નેતા પસંદ કરાયા હતા, તેમણે તેનો દુરૂપયોગ કર્યો, સૌને ગુમરાહ કર્યા, તેમણે કહ્યું કે વ્હિપનું ઉલ્લંઘન કરતા કાર્યવાહી થશે. અમે અજિતને પાર્ટીમાંથી કાઢવાનો નિર્ણય લઇ લીધો છે. પવારે કહ્યું કે અમે કાયદા અને વિશેષજ્ઞોની પણ સલાહ લીધી છે. અજિતને કાઢ્યા બાદ કોઇ નિર્ણય ન લઇ શકે. ત્રણેય પાર્ટીઓ મળીને નિર્ણય લેશે. આ ગોવા મણિપુર નહીં મહારાષ્ટ્ર છે. રાજ્યપાલ અમારી વાત જરૂર સાંભળશે.

મહાઅઘાડીની જ સરકાર બનશે : અશોક ચવ્હાણ

પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણે ધારાસભ્યોની પરેડને સંબોધિત કરતા કહ્યું કે માત્ર 162 નહીં, 162થી વધુ છે. મહાઅઘાડીની જ સરકાર બનશે અને અમે સ્થિર સરકાર આપીશું. તેમણે કહ્યું કે અમે રાજભવન ગયા અને 162 ધારાસભ્યોની ચિઠ્ઠી તેમને સોંપી છે. જનતાના પસંદ કરાયેલા ધારાસભ્યો અહીં બેઠા છે. કોઇ બીજાને મોકો ન મળવો જોઇએ.

શપથના અંતમાં છત્રપતિ શિવાજી મહારાજ અને બાબાસાહેબ આંબેડકરની જય ના નારા લાગ્યા હતા. NCP, કોંગ્રેસ અને શિવસેનાએ રાજભવનમાં 162 ધારાસભ્યોની યાદી આજે સોંપી દીધી છે. હવે તેઓ જનતા તેમજ સુપ્રીમ કોર્ટ સમક્ષ આ શક્તિ પ્રદર્શન કરી એ દર્શાવવા માગે છે કે તેમની પાસે બહુમત છે. ભાજપ તરફથી આશિષ સેલ્લારે પ્રતિક્રિયા આપતા કહ્યું કે જ્યારે તેમણે સોનિયા ગાંધીની આગેવાની સ્વીકારી લીધી તો તે બાલા સાહેબ ઠાકરેનું અપમાન છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ