મહારાષ્ટ્રના પરભણીથી શિવસેના સાંસદ સંજય જાધવે લોકસભાના સભ્યપદેથી રાજીનામું આપી દીધુ છે. તેમણે પોતાનું રાજીનામું શિવસેના પ્રમુખ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને મોકલી દીધું છે.
સંજય જાધવે રાજીનામું આપવાનું કારણ જણાવતા કહ્યું કે, તેઓ પોતાના સંસદીય વિસ્તારમાં શિવસેના કાર્યકર્તાઓ સાથે ન્યાય કરવા સક્ષણ નથી. આથી તેઓ રાજીનામું આપી રહ્યાં છે.
શિવેસેના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરેને લખેલા પત્રમાં સંજય જાધવે કહ્યું કે, હું મારા વિસ્તારમાં શિવસેના કાર્યકર્તાઓ સાથે ન્યાય કરવામાં સક્ષમ નથી. આથી મને પાર્ટીના સાંસદ રહેવાનો કોઈ હક્ક નથી.
જાધવે વધુમાં જણાવ્યું છે કે, “હું છેલ્લા 8-10 મહિનાથી પરભણીમાં જિંતુર APMCના એડમિનિસ્ટ્રેશનની નિયુક્તિને લઈને પ્રયત્ન કરી રહ્યો છું. હવે NCPના એક વ્યક્તિને બિન-સરકારી એડમિનિસ્ટ્રેશન તરીકે નિમણૂંક આપવામાં આવી છે. જે શિવસેના કાર્યકર્તાઓનું અપમાન છે.
જિલ્લામાં ભાજપ, કોંગ્રેસ અને NCPના અનેક કાર્યકર્તાઓ શિવસેનામાં સામેલ થવા માંગે છે. જો કે જ્યારે હું જ હાલના પાર્ટી કાર્યકર્તાઓને ન્યાન નથી અપાવી શકતો, તો બીજી પાર્ટીઓમાંથી આવનાર કાર્યકર્તાઓને કેવી રીતે ન્યાય અપાવી શકીશ?
હું બાલાસાહેબ ઠાકરેનો શિવસૈનિક છું. જો કાર્યકર્તાઓને ન્યાન ના અપાવી શકું, તો મારા સાંસદ તરીકે રહેવાનો શું અર્થ? મને આ પદ પર રહેવાનો નૈતિક અધિકાર નથી. મહેરબાની કરીને તમે મારું રાજીનામું સ્વીકારી લો.”
મહારાષ્ટ્રમાં શિવસેના અને નેશનલ કોંગ્રેસ પાર્ટી (NCP) વચ્ચે એડમિનિસ્ટ્રેશન નિમણૂંકને લઈને સતત ખેંચતાણની વાતો પહેલા પણ સામે આવી ચૂકી છે. અગાઉ મુંબઈમાં IPS ઓફિસરોના ટ્રાન્સફરને લઈને બન્ને પાર્ટીઓ વચ્ચેના મતભેદ સપાટી પર આવી ચૂક્યા છે.
આ મામલે NCP સુપ્રીમો શરદ પવારે 6 જુલાઈએ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત પણ કરી હતી. તે સમયે એવું કહેવામાં આવ્યું હતું કે, NCP અને શિવસેના વચ્ચે મુંબઈમાં IPS ઓફિસર્સના ટ્રાન્સફરને લઈને ખેંચતાણ છે.