શિવસેનાના સુપ્રીમો બાલા સાહેબ ઠાકરેની પૂર્ણતિથિ નિમિતે મહારાષ્ટ્રના રાજકારણના તમામ દિગ્ગજ તેમને શ્રદ્ધાંજલિ આપવા આવી રહ્યા છે. શિવસેના ઉપરાંત કોંગ્રેસ, NCP અને ભાજપના નેતાઓ પણ બાલા સાહેબ ઠાકરેને શ્રદ્ધાંજલિ આપવા માટે આવી રહ્યા છે.
દરમિયાન મહારાષ્ટ્રના ભૂતપુર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ બાલા સાહેબને શ્રદ્ધાંજલિ આપવા માટે શિવાજી પાર્ક પહોંચ્યા હતા. બાલ ઠાકરેને શ્રદ્ધાંજલિ આપી તેઓ જ્યારે પરત આવી રહ્યા હતા ત્યારે ત્યાં ઉપસ્થિત શિવસૈનિકોએ સૂત્રોચ્ચાર શરૂ કરી દીધા હતા. શિવસૈનિક અહીં સૂત્રોચ્ચાર કરતાં હતા, કોની સરકાર શિવસેનાની સરકાર.