એડલગીવ હુરુન ઈન્ડિયા ફિલાન્થ્રોપી લિસ્ટ-2023 જાહેર કરી દેવામાં આવ્યું છે. આ યાદી મુજબ દેશની દિગ્ગજ આઈટી કંપની એચસીએલ ટેકનોલોજીના ફાઉન્ડર અને ચેરમેન શિવ નાદર સૌથી મોટા દાનવીર તરીકે ઉભરી આવ્યા છે. શિવ નાદરે નાણાંકીય વર્ષ 2022-23 દરમિયાન 2024 કરોડ રૂપિયા દાનમાં આપ્યા છે, જે અગાઉના નાણાંકીય વર્ષ કરતા 76 ટકા વધુ છે. તેમણે નવા નાણાંકીય વર્ષમાં પ્રતિદિવસ સરેરાશ 5.6 કરોડ રૂપિયા દાન આપ્યું છે.