ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા જામનગરના સચાણામાં શિપ બ્રેકિંગ યાર્ડની મંજૂરી આપી દેવામાં આવી છે. હાલમાં સૌથી મોટામાં મોટું શિપ બ્રેકિંગ યાર્ડ અલંગ છે પરંતુ હવે જામનગરમાં પણ શિપ બ્રેકિંગ યાર્ડ તૈયાર થશે. અલંગ બાદ હવે જામનગરનું સચાણા શિપ બ્રેકિંગ માટેનું નવું નજરાણું બનશે. આંતરરાષ્ટ્રીય ધારા ધોરણ અનુસાર આ યાર્ડ તૈયાર કરાશે. જેને લીધે આસપાસના વિસ્તારોનાં લોકોને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રોજગારીની તક ઉભી થઇ શકશે.
આ અંગે મળતી માહિતી અનુસાર, CM વિજય રૂપાણીએ આ અંગે મંજૂરી આપી દીધી છે. જેને લીધે હવે સૌરાષ્ટ્રમાં વિશ્વ વિખ્યાત અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ બાદ હવે જામનગરનું સચાણા પણ ઉદ્યોગ માટેનું જાણીતું બંદર થઇ જશે.