મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિને સ્પષ્ટ બહુમતી છતાં પણ મુખ્યપ્રધાન પદ માટે હુંસાતુંસી વચ્ચે આજે એકનાથ શિંદેએ મુખ્યમંત્રી તરીકે ઔપચારિક રાજીનામું આપી દીધા બાદ રાજ્યપાલે તેમને નવા સીએમ શપથ ન લે ત્યાં સુધી રખેવાળ સીએમ તરીકે ચાલુ રહેવા જણાવ્યુ હતું. બીજી તરફ શિંદે સેનાએ સંકેત આપ્યો હતો કે મુખ્યપ્રધાન પદ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ જે પણ નિર્ણય લે તેને અમે માન્ય કરશું. રાજ્યની વિધાનસભાની આજે મુદ્દત પૂર્ણ થઈ હતી પરંતુ હજુ પણ સરકારની રચના થઈ નથી.