સિનિયર આઈપીએસ અધિકારી દિનકર ગુપ્તા નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીના નવા ડિરેક્ટર જનરલ બન્યા છે. ૧૯૮૭ના પંજાબ કેડરના આઈપીએસ અધિકારી દિનકર ગુપ્તા પંજાબ પોલીસના ડીજીપી રહી ચૂક્યા છે. કેબિનેટની અપોઈન્ટમેન્ટ કમિટીએ આઈપીએસ દિનકર ગુપ્તાની નિમણૂકને મંજૂરી આપી હતી. પર્સોનલ મંત્રાલયના એક નોટિફિકેશનમાં આ જાણકારી આપવામાં આવી હતી. દિનકર ગુપ્તા એનઆઈએના ડીજી તરીકે તેમની નિવૃત્તિ સુધી એટલે કે ૩૧મી માર્ચ, ૨૦૨૪ સુધી કાર્યરત રહેશે.