મહારાષ્ટ્રની શિંદે સરકારે ઔરંગાબાદનું નામ છત્રપતિ સંભાજીનગર અને ઉસ્માનાબાદનું નામ ધારાશિવ કરવાના ઉદ્ધવ સરકારના નિર્ણયને મંજૂરી આપી છે. આ ઉપરાંત કેબિનેટે મુંબઈ એરપોર્ટનું નામ ડીબી પાટિલ કરવાના નિર્ણય પર પણ મહોર લગાવી છે. મુખ્યમંત્રી એકનાથ શિંદે અને ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું કે, ઉદ્વવ ઠાકરેએ પોતાની છેલ્લી કેબિનેટ બેઠકમાં આ શહેરોનું નામ બદલ્યું હતું. જો કે, તેમનો આ નિર્ણય ગેરકાયદેસર હતો એટલા માટે એક વખત ફરીથી બંને શહેરો અને એરપોર્ટનું નામ બદલવામાં આવ્યું છે.