સદીઓથી ભારત અને અખાતી આરબ દેશો વચ્ચે સાંસ્કૃતિક સંબંધોની એક અનોખી ગંગા વહેતી રહી છે. તેમાંય ખાસ કરીને UAE એટલે કે યુનાઇટેડ આરબ એમીરેટ્સના 7 આરબ દેશોનો સંઘ ભારત અને હિન્દુઓ સાથે ખુબ જુનો નાતો ધરાવે છે. આ ઈસ્લામિક આરબ દેશોમાં દાયકાઓથી વસતા એ હિન્દુઓ અને ભારતીયો હવે હર્ષભેર ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે. કારણ કે, બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજે કરેલા સંકલ્પ અનુસાર હવે આ આરબ ભૂમિ પર ભવ્ય હિન્દુ મંદિરનું નિર્માણ થઇ રહ્યું છે. જણાવી દઈએ કે, અબુધાબીમાં નિર્માણ પામનાર આ પ્રથમ હિંદુ મંદિરનું ખાત મુહૂર્ત મહંત સ્વામી મહારાજના હસ્તે કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે, પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની UAEની 11 દિવસીય આ ધર્મયાત્રામાં તેઓને ‘સ્ટેટ ગેસ્ટ’ તરીકેનું બહુમાન આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં સાધુ સંતો અને અબુધાબીના ક્રાઉન પ્રિન્સ શેક જાયેદ પણ ઉપસ્થિત રહ્યા હતા તેમજ સાથે 2500થી વધુ ભક્તોએ આ કાર્યક્રમનો લાભ લીધો હતો. 55 હજાર વર્ગ મીટરમાં આ મંદિરનું નિર્માણકાર્ય થશે જેમાં પાર્કિંગ માટેની અલગથી જગ્યા હશે. જણાવી દઈએ કે, આ મંદિર માટે જમીન શેખ મોહમ્મદ બિન ઝાયેદ દ્વારા દાન કરવામાં આવી છે.