ભારતીય ક્રિકેટ ટીમના વિસ્ફોટક ઓપનિંગ બેટર શિખર ધવને 38 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી અચાનક નિવૃત્તિની જાહેરાત કરી સૌને ચોંકાવી દીધા. શિખર ધવને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો શેર કરીને નિવૃત્તિની જાહેરાત કરી હતી.
શિખર ધવને કહ્યું કે હું મારા પરિવાર, મારા બાળપણના કોચ, મારી ટીમ અને મારા સાથી ખેલાડીઓ સહિત જેમણે મારી ક્રિકેટ સફરમાં મને સાથ આપ્યો તેમનો આભારી છું કે જેમની સાથે હું ઘણા વર્ષો સુધી રમ્યો. મને એક કુટુંબ મળ્યું, મને નામ મળ્યું અને તેમાં તમારા બધાનો પ્રેમ હતો. શિખર કહે છે કે કહાની મેં આગે બઢને કે લિયે પન્ને પલટના જરૂરી હોતા હૈ ઔર મેં ભી ઐસા હી કરને જા રહા હું. હું આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરું છું.