આર્થિક બાબતોના સચિવ શક્તિકાંત દાસે બજેટ બાદના ઈન્ટરવ્યૂમાં હ્યું કે, સરકાર રાજકોષીય શિસ્ત માટે પ્રતિબદ્ધ છે અને તે ગરીબી દૂર કરવા માટે રાહતો આપવાના બદલે ઉત્પાદકીય એસેટ રચવા રોકાણ કરવાનું વલણ ધરાવે છે. તેમણે ઉમેર્યું કે ઉત્પાદકીય ખર્ચ વધુને વધુ પ્રમાણમાં રોજગારીની તક પૂરી પાડવાની સાથે વૃદ્ધિને વેગ આપે છે.