થિરૂવનંથપુરમાંથી ચૂંટાયેલા કોંગ્રેસના સાંસદ ખ્યાતનામ અર્થશાસ્ત્રી તેવા શશી થરૂરે આજે પત્રકારોને કરેલા સંબોધનમાં, અંતરિમ- બજેટ તેમજ મોદી સરકાર ઉપર પ્રચંડ પ્રહારો કર્યા હતા. તેઓએ કહ્યું કે : આગામી લોકસભાની ચૂંટણીમાં રામ મંદિર મુદ્દો બની રહેશે તેમાં તો કોઈ શંકાને સ્થાન જ નથી. તે સાથે અબુધાબીમાં પણ રચાયેલા મંદિરનો મુદ્દો જોડાશે જ. પરંતુ સાચી વાત તો તે છે કે, સરકારો મંદિરો બાંધવા માટે ચૂંટાતી નથી, સરકારે સામાન્ય જનતાનાં જીવનમાં સુધારો કરવા માટે ચૂંટવામાં આવે છે.