કોંગ્રેસ પક્ષના અધ્યક્ષને લઇ ઘણા સમયથી રાજકીય ઘમાસાન ચાલી રહ્યું છે. અશોક ગેહલોતના અધ્યક્ષ બનવાના સમાચાર અને રાજસ્થાનના રાજકારણમાં ચાલેલી ધમાલ કાલે પુરી થઇ છે. હવે કોંગ્રેસ અધ્યક્ષ પદની રેસમાંથી અશોક ગેહલોતના આઉટ થયા બાદ દિગ્વિજય સિંહ અને શશિ થરૂર હોવાનુ જાણવા મળ્યુ હતુ. હવે આજે શશિ થરૂરે પોતાના સમર્થકો સાથે પોતાની ઉમેદવારી નોંધાવી હતી.