રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) પ્રમુખ શરદ પવાર આજે બૈલાર્ડ એસ્ટેટ ખાતે આવેલી EDની ઓફિસમાં હાજર થશે. તેમના હાજર થતાં પહેલા વિરોધને જોતાં મુંબઈના બર્લાડ એસ્ટેટ સ્થિત EDની ઓફિસ પાસે તેમજ દક્ષિણ મુંબઈના કેટલાક વિસ્તારોમાં કલમ 144 લગાવી દેવામાં આવી છે. જણાવી દઈએ કે MSC બેન્ક કેસમાં EDએ પવારનું નામ એન્ફોર્સમેન્ટ કેસ ઈન્ફોર્મેશન રિપોર્ટ (ECIR)માં સામેલ કર્યું હતું.