હોળીના અવસરે જ મુંબઈથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા નવાબ મલિકે પાર્ટી પ્રમુખ શરદ પવારને પેટમાં દુખાવાની ફરિયાદ બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાની માહિતી આપી હતી. શરદ પવારને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. દુખાવાના કારણે તેમને ભારે અસહજતા અનુભવાઈ રહી હતી અને તપાસમાં તેમના ગોલબ્લેડરમાં સમસ્યા હોવાનું સામે આવ્યું હતું.