દિલ્હી હિંસાને લઇને હવે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના પ્રમુખ શરદ પવારે ભાજપ પર હુમલો બોલ્યો છે. શરદ પવારે કહ્યું છે કે, કેન્દ્રમાં સત્તાધારી પાર્ટી દિલ્હીમાં ચૂંટણી ન જીતી શકી તો તેણે દિલ્હીમાં હિંસા કરાવી દીધી. ચૂંટણી દરમિયાન અમે ઘણા ભાષણ સાંભળ્યા. PM, ગૃહમંત્રી અને અન્ય મંત્રીઓએ સમાજને હેરાન કરવાની કોશિશ કરી. વધુમાં તેમણે કહ્યું કે, હું એ સમયે સ્તબ્ધ રહી ગયો જયારે વડાપ્રધાને પોતાના ભાષણ દરમિયાન કહ્યું કે વ્યક્તિની ઓળખ તેના કપડાઓથી કરી શકાય છે.