રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારે ઉત્તર પ્રદેશ અને ગોવા વિધાનસભા ચૂંટણી પહેલા મહત્વનુ નિવેદન આપીને હલચલ મચાવી દીધી છે. તેમણે મુંબઈમાં મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યુ કે તેમની પાર્ટી ગોવામાં થનારી આગામી વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ અને તૃણમુલ કોંગ્રેસ સાથે ગઠબંધન માટે વાત કરી રહી છે. આ સાથે તેમણે સ્વામી પ્રસાદ મૌર્યના ભાજપમાંથી રાજીનામુ આપવા અને સમાજવાદી પાર્ટીમાં સામેલ થવાને લઈને પણ મોટો ખુલાસો કર્યો. શરદ પવારે કહ્યુ કે મૌર્ય સિવાય યુપીના કુલ 13 ધારાસભ્ય સમાજવાદી પાર્ટીમાં સામેલ થવાની છે.