મહારાષ્ટ્રમાં એનસીપી પ્રમુખ શરદ પવારને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ પછી પુત્રી સુપ્રિયા સુલે પોલીસ પાસે પહોંચી અને જરૂરી કાર્યવાહીની માંગ કરી. સુપ્રિયા સુલેએ મીડિયાને કહ્યું, ‘મને પવાર સાહેબ માટે વોટ્સએપ પર ધમકીભર્યો મેસેજ મળ્યો હતો. તેને એક વેબસાઈટ દ્વારા ધમકી આપવામાં આવી છે. આથી હું પોલીસ પાસે ન્યાયની માંગણી કરવા આવી છું. હું મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અને કેન્દ્રીય ગૃહ પ્રધાનને વિનંતી કરું છું. આવા કૃત્યો નિમ્ન સ્તરનું રાજકારણ છે અને તેને રોકવું જોઈએ.