નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટીના શરદ પવારે આજે પોતાનાં પુત્રી સુપ્રિયા સૂલે, અને પોતાના વફાદાર પ્રફુલ્લ પટેલને પાર્ટીના કાર્યકારી પ્રમુખપદે નિયુક્ત કર્યા છે. મહારાષ્ટ્રના આ પૂર્વ મુખ્યમંત્રી શરદ પવારે આ જાહેરાત પાર્ટીના ૨૫મા સ્થાપના દીને કરી હતી. ૧૯૯૯માં પવારે મેઘાલયના અગ્રીમ નેતા પી.એ.સંગમાની સાથે આજના દીવસે નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટીની સ્થાપના કરી હતી.