લદાખમાં ચીન સાથે તણાવને મુદ્દે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સતત કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યા છે, શુક્રવારે પણ તેમણે ટીપ્પણી કરી હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીની સેનાની ઘૂસણખોરી મુદ્દે સાચુ બોલે અને પોતાની જમીન પાછી લેવા માટે કાર્યવાહી કરે તો સમગ્ર દેશ તેમની સાથે ઉભો રહેશે. જોકે હવે કોંગ્રેસના સહયોગી દળ NCP પ્રમુખ શરદ પવારે આ મુદ્દે રાહુલ ગાંધીને ભૂતકાળ યાદ કરાવ્યો છે.
ચીન મુદ્દે સતત રાહુલના નિવેદનો પર શરદ પવારે કહ્યુ કે દેશ ભૂલી શકે એમ નથી કે 1962માં શુ બન્યુ હતું. ચીન આપણી 45 હજાર સ્ક્વેર કિમી જમીન પર કબજો કરી લીધો હતો. વર્તમાન સમયમાં નથી ખબર કે ચીન જમીન પડાવી છે કે નહી, પરંતુ આ મુદ્દે વાત કરતા સમય ઇતિહાસ યાદ રાખવો જોઇએ. રાષ્ટ્રીય સુરક્ષાને લઇને રાજનીતિ ન કરવી જોઇએ.