સમગ્ર રાજ્યમાં છેલ્લાં કેટલાંય દિવસોથી સતત વરસાદ વરસી રહ્યો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ સામાન્ય વરસાદમાં રસ્તાઓ તૂટી જતા તંત્રની પોલ ખુલી ગઇ છે. સરકારની વિકાસની વાતો માત્ર કાગળ પર જ હોય તેવું દેખાઇ રહ્યું છે. ત્યારે શંકરસિંહ વાઘેલાએ માત્ર વિકાસની વાતો કરતી ભાજપ સરકારને લઇ ટ્વિટ (Shankersinh Vaghela Tweet) કરીને #PrajaShakti સાથે ‘વિકાસથી સાવધાન’ના ફોટા શેર કરી સરકાર વિરૂદ્ધ કટાક્ષ કર્યો છે. ઉપરાંત મોબાઇલમાં કોરોનાને બદલે ખાડાવાળી નવી કોલર ટ્યૂન અંગેનું રિટ્વિટ પણ બાપુએ કર્યું છે.
તમે સૌ જાણતા જ હશો કે જ્યારે પણ રાજ્યમાં સામાન્ય વરસાદ પડે છે એટલે અમદાવાદ સહિતના શહેરો અને ગામડાંઓના રસ્તાઓ ધોવાઈ જાય છે. સામાન્ય વરસાદમાં પણ સ્માર્ટ સિટી કહેવાતું અમદાવાદ ખાડાનગરી બની જતા વાર નથી લાગતી. રાજ્યમાં ઠેર-ઠેર ભૂવાઓ પડી જતા રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે હાલમાં ભાજપના વિકાસની વાતોને પોકળ સાબિત કરતા શંકરસિંહ વાઘેલાએ #PrajaShakti ટ્વિટ (Shankersinh Vaghela Tweet) કરી લખ્યું છે કે, “ભાજપના વિકાસથી સાવધાન! આ વિકાસના કુંડાળામાં ભૂલથી પણ પડયા તો ગયા સમજો.”
આ ઉપરાંત હાલમાં કોરોનાને લીધે લોકોના મોબાઇલ ફોનમાં કોરોનાથી સાવચેતી રાખવાની કોલર ટ્યુન વાગતી હોય છે પરંતુ શંકરસિંહ વાઘેલાએ તાજેતરમાં જ કોરોના કોલર ટ્યુનને બદલે આ નવી કોલર ટ્યુન નાખવાની જરૂર છે #WakeupGujarat સાથે રિટ્વિટ કર્યું છે. આ કોલર ટ્યુનથી સીધો જ ભાજપ સરકાર પર કટાક્ષ કરવામાં આવ્યો છે. આ કોલર ટ્યુન સાંભળતા તમને પણ નવાઇ લાગશે.
આ કોલર ટ્યુનમાં કહેવાઇ રહ્યું છે કે, “કોરોના કોલર ટ્યુનને બદલે નવી કોલર ટ્યુન નાખવાની જરૂર છે. ખાડાવાળા રોડ અને ખુલ્લી ગટરથી આજે આખો ગુજરાત લડી રહ્યું છે પણ યાદ રાખો આપણે ખાડાથી બચવાનું છે, ખાડામાં પડવાનું નથી. એને તારવીને ચાલો. આવા રોડ બનાવવાવાળા જેમ કે કોન્ટ્રાક્ટર, પ્રમુખ, ઓફિસર વગેરેનો પૂરો વિરોધ કરો. વિરોધ કરનારા યોદ્ધાઓની સંભાળ રાખો. તો ગુજરાતમા બનશે…”
મહત્વપૂર્ણ છે કે ચોમાસા પહેલા AMC પ્રિ-મોન્સુનની કામગીરીને લઇ મોટી-મોટી વાતો કરતું હોય છે. તેની પાછળ ઘણાં બધા રૂપિયા પણ વેડફે છે. છતાં વરસાદની સિઝન આવતાની સાથે જ તંત્રની પોલ ઉઘાડી પડી જાય છે. સ્માર્ટ સિટી ભૂવાનગરી બની જાય છે.