ગુજરાતમાં દારૂબંધીની છૂટ આપવા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ અભિયાન શરૂ કર્યું છે, જેમાં શું તમે પણ દારૂબંધીની ખોટી નીતિનો વિરોધ કરો છો? તો #AgainstLiquorBanChallenge હેશટેગ સાથે પોસ્ટ કરી અવાજ ઉઠાવોના માધ્યમથી શંકરસિંહે રાજ્યમાં દારૂબંધી દૂર કરવા પ્રજાનો સાથ મેળવવાની શરૂઆત કરી છે.
ગુજરાતમાં દારૂબંધીની નીતિને લઈને શંકરસિંહ વાઘેલાએ ટ્વિટ કરી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા અને તેમણે દારૂબંધીની નીતિ પર ફરી એક વખત વિચારણા કરવાની માગ કરી છે. તેમણે લોકોને દારૂબંધીની નીતિમાંથી છુટકારો અપાવવાની પણ વાત કરી છે, જેમાં શંકરસિહે ગુજરાતમાં દારૂબંધી કેમ દૂર થવી જોઈએ તેનાં કેટલાંક કારણો આપ્યાં હતાં, જેમાં ગુજરાતમાં દારૂબંધી એક નાટક છે, વૈજ્ઞાનિક રીતે દારૂબંધીનો અમલ થવો જોઇએ, દારૂબંધી નીતિથી ભ્રષ્ટાચાર વધે છે. દારૂબંધી નીતિના કારણે ટૂરીઝમ નબળું થઈ ગયું છે, ગુજરાતના લોકોને પ્રવાસન માટે દીવ,દમણ, મુંબઇ, આબુ, શામળાજી-ઉદેપુર ન જવું પડે, તેમ જ ગુજરાતમાં એક કિલોમીટરનો એરિયા એવો નહીં હોય કે જ્યાં દારૂ ન વેચાતો હોય.