ગુજરાતના માજી મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ વધુ એક રાજકીય ધડાકો કર્યો છે. શંકરસિંહ વાઘેલાએ NCPમાંથી રાજીનામું આપી દીધું છે. શંકરસિંહે NCPના જનરલ સેક્રેટરીના પદેથી પણ રાજીનામું આપ્યું છે.
શંકરસિંહ વાઘેલાએ NCPના પ્રમુખ શરદ પવારને લખેલા પત્રમાં રાજીનામું આપ્યું હોવાની જાહેરાત કરી છે. શંકરસિંહ વાઘેલએ ટ્વીટના માધ્યમથી આ જાણકારી આપી છે. સાથે તેમણે પત્ર પણ એટેચ કર્યો છે.
NCPમાં શંકરસિંહનું પદ ઘટતા અને તાજેતરમાં યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીમાં NCPના ધારાસભ્યએ ભાજપને મત આપતા શંકરસિંહે રાજીનામું આપ્યું હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
જણાવી દઈએ કે, શંકરસિંહ વાઘેલએ NCPના રાષ્ટ્રીય મહામંત્રી અને પક્ષના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું છે. નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા જ શંકરસિંહને ગુજરાતના પ્રદેશ પ્રમુખ પદેથી દૂર કરાયા હતા.