કોંગ્રેસમાં ભરતસિંહ સોલંકી અને વિધાનસભા વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા વચ્ચે શિતયુધ્ધ જામ્યું છે. એવી ચર્ચા છેકે, શંકરસિંહ વાઘેલા મુખ્યમંત્રીના ઉમેદવાર માટે રાજકીય જીદે ચઢ્યા છે. હાઇકમાન્ડ જો તેમની વાત નહી સ્વિકારે તો, એવી ચર્ચા છેકે, બાપુ ભાજપ સાથે રાજકીય ડીલ કરી શકે છે. શંકરસિંહ વાઘેલા રાજ્યસભાના સભ્ય બની શકેછે. સાથે સાથે શંકરસિંહ વાઘેલા પોતાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાને મંત્રીપદ અપાવી શકે છે. શંકરસિંહ વાઘેલાની દિલ્હીથી જ રાજકીય ડીલ થઇ રહી હોવાની પણ ચર્ચાએ જોર પકડયું છે. સૂત્રોનુ કહેવું છે કે, નારાજ શંકરસિંહ વાઘેલાએ વિધાનસભા ચૂંટણી પ્રચારની કમાન સંભાળવા ધરાર ઇન્કાર કરી દીધો છે જેના પગલે હાઇકમાન્ડે હાલપુરતુ તમામ કમિટીની જાહેરાત પર ઠંડુ પાણી રેડી દીધું છે.