સનાતન ધર્મનો ખાત્મો કરી દેવો જોઈએ તેવું વિવાદાસ્પદ નિવેદન આપીને ચર્ચામાં રહી ચૂકેલા તમિલનાડુના મુખ્યમંત્રીના દીકરા ઉદયનિધિ સ્ટાલિન ફરી એકવાર તેમના નિવેદનને લઈને ચર્ચામાં છે. આ વખતે તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદી અન્ય પછાત વર્ગ (OBC) સમુદાયથી હોવાને કારણે શંકરાચાર્યોએ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠામાં ભાગ લેવાની ના પાડી દીધી હતી.