વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે દરેક પળે રાજકીય હલનચલન જોવા મળી રહી છે. આવામાં મહત્વના સમાચાર સામે આવ્યા છે. શંકરસિંહના પુત્ર મહેન્દ્રસિંહની ઘરવાપસી થઇ છે. મહેન્દ્રસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાયા છે. મહેન્દ્રસિંહ વાઘેલા પૂર્વ CM શંકરસિંહના પુત્ર છે. હવે મહેન્દ્રસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાતા હવે નવા રાજકીય સમીકરણો જોવા મળી શકે છે.