Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

બનાસ ડેરીની ચૂંટણી જાહેર થવામાં ગણતરીના દિવસો બાકી રહ્યા છે. એવા સમયે બનાસકાંઠા જિલ્લાના પ્રતિપળ સમીકરણો બદલાઈ રહ્યા છે. હાલ વર્તમાન ચેરમેન તરીકે શંકર ચૌધરી છે. જો આ વખતે ફરીથી ચૂંટાઈ આવે તો તેઓની બીજી ટર્મ હશે. થોડા સમય પહેલાં જિલ્લાના સહકારી આગેવાન અને બનાસ ડેરીના પૂર્વ ચેરમન પરથી ભટોળ અને સાંસદ પરબત પટેલ વચ્ચે થયેલ મિટિંગ જિલ્લાના રાજકિય સમીકરણ બદલે તે દિશા તરફ ઈશારો કરે છે.
બનાસ ડેરીની ચૂંટણીમાં મતદાર યાદી મોકલવાની મુદત પૂરી થઈ ગઈ છે અને બનાસ ડેરી મતદાર યાદી તૈયાર કરીને  જિલ્લા રજિસ્ટ્રારને સૂપરત કરશે. બનાસકાંઠા જિલ્લામાં  આ વખતે બનાસ ડેરીમાં ચેરમેન તરીકેનું નેતૃત્વ બદલાશે કે ફરીથી પૂર્વ આરોગ્ય મંત્રી અને હાલના ચેરમેન શંકર ચૌધરી  સત્તારૂઢ થશે  તેની ચર્ચા જિલ્લાભરમાં ચાલી રહી છે.

બનાસ ડેરીની બોર્ડ ડિરેક્ટરની ચૂંટણીમાં કેટલીક મહત્વની  બેઠક છે તે ડેરીના ચેરમેન તરીકેનું ભવિષ્ય નક્કી કરે છે. બનાસ ડેરીના બોર્ડ ડિરેક્ટર તરીકે છેલ્લી કટલીક ટર્મથી સાંસદ પરબત પટેલ, પૂર્વ ચેરમેન પરથી ભટોળ, ધારાસભ્ય જોઈતા પટેલ, સહકારી આગેવાન અણદા પટેલ અને વર્તમાન ચેરમેન શંકર ચૌધરી ચૂંટાઈ આવે છે અને તેઓનું બનાસકાંઠાના સહકારી માળખા પર પ્રભુત્વ છે.

વર્તમાન બનાસ ડેરીના ચેરમેન તરીકે શંકર ચૌધરી છે. તેઓ સામ,-દામ, દંડ અને ભેદની  નીતિ અપનાવ માટે માહિર છે. પરંતુ હાલની બનાસકાંઠાની રાજકિય પરિસ્થિતિ જોતા શંકર ચૌધરી બનાસ ડેરીની  બોર્ડ ડિરેક્ટરની ચૂંટણીમાં રાધનપુર અને સાંતલપુર બેઠક પર પોતાનું પ્રભુત્વ ધરાવે છે, બીજી કોઈ અન્ય બેઠક પર પોતાના ઉમેદવારને જીતાડી શકે તેવી ક્ષમતા ધરાવતા નથી. જયારે સાંસદ અને બનાસ ડેરીના બોર્ડ ડિરેક્ટર પરબત પટેલનો થરાદ અને વાવ બેઠક પર પ્રભાવ રહે એવી શક્યતા વર્તાઈ રહી છે, ધાનેરા બેઠક પર વર્તમાન બોર્ડ ડિરેક્ટર અને ધારાસભ્ય જોઈતા પટેલ જીતીને આવશે તેવું રાજકિય પંડિતો માની રહ્યા છે.  તેઓ ડીસા અને દાંતીવાડ બેઠકનું પરિણામ બદલવા માટેની રાજકિય તાકાત ધરાવે છે. પૂર્વ ચેરમેન પરથી ભટોળ પાલનપુર અને અમીરગઢનું પરિણામ પોતાની તરફી કરી શકે તેવી ક્ષમતા છે. જયારે કાંકરેજ બેઠક પર હાલના બોર્ડ ડિરેક્ટર અણદા પટેલ એક તરફી રીતે ચૂંટાઈ આવે તેવી શક્યતા દેખાઈ રહી છે. જયારે દિયોદર બેઠક પર ધારસભ્ય શિવા ભૂરિયા પોતાનો પનો લાંબો પડે છે કે ટૂંકો તે પણ જોવાનું રહેશે. દાંતાથી દિલીપસિહ બારડનો ઝૂકાવ પવન ફૂંકાય તે દિશા તરફનો છે. વડગામ બેઠક પર કાંટાની ટક્કર જોવા મળશે. આમ, બનાસકાંઠાની  રાજકિય ગતિવિધિ જોતા બનાસ ડેરીની ચૂંટણી હાઈ વોલ્ટેજ બની રહે તેવા એધાણ વર્તાઈ રહ્યા છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ