-
આ કિસ્સો કોઇ સામાન્ય મહિલાનો નથી. આ મહિલાનું નામ છે રેન્ડી ઝુકરબર્ગ. યસ, તે ફેસબુકના સહસ્થાપક માર્ક ઝુકરબર્ગના સગા બહેન છે. તેઓ અમેરિકાની પ્રતિષ્ઠિત અલાસ્કા એરલાઇન્સના વિમાનમાં મુસાફરી કરી રહ્યાં હતા ત્યારે તેમની નજીક બેઠેલા એક મુસાફરે તેમની છેડછાડ કરી અને અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો. તેનાથી ત્રાસીને ઝુકરબર્ગે વિમાનના સ્ટાફને ફરિયાદ કરી ત્યારે પેલા કસુરવાર મુસાફરની સામે પગલા લેવાને બદલે ઝુકરબર્ગને તેમની સીટ બદલી નાંખવાની સલાહ આપી...! માર્ક ઝુકરબર્ગના બહેને આખરે અલાસ્કા એરલાઇન્સને પોતાની જાતિય સતામણીની ફરિયાદ કરી ત્યારે હલચલ મચી ગઇ હતી. સૂત્રોએ કહ્યું કે ઉડતા વિમાનમાં ય જો આવા મોટી હસ્તિના સગા બહેન સલામત ના હોય તો સામાન્ય મહિલા મુસાફરની શું હાલત થાય?