રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ ગવર્નર શક્તિકાંત દાસનો કાર્યકાળ આજે સમાપ્ત થઈ રહ્યો છે. આવતીકાલથી મહેસૂલ સચિવ સંજય મલ્હોત્રા આરબીઆઈના ગવર્નર તરીકે કાર્યભાર સંભાળશે. આજના અંતિમ દિવસે શક્તિકાંત દાસે સોશિયલ મીડિયા પર સરકાર, સ્ટેક હોલ્ડર્સ અને પોતાના સહયોગીઓનો આભાર માનતાં ભાવુક પોસ્ટ કરી હતી.
વડાપ્રધાનનો આભાર માન્યો
સોશિયલ મીડિયા પોસ્ટ પર દાસે આરબીઆઈના ગવર્નર તરીકેની ભૂમિકા સોંપવા બદલ અને કાર્યકાળ દરમિયાન માર્ગદર્શન તથા પ્રોત્સાહન આપવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો. દાસે લખ્યું હતું કે, આરબીઆઈના ગવર્નર તરીકે દેશની સેવા કરવાની તક આપવા અને તેમના માર્ગદર્શન-પ્રોત્સાહન બદલ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ખૂબ ખૂબ આભાર, તેમની વિચારસરણીનો મને ખૂબ લાભ થયો.