શુક્રવારે દિલ્હીના સેન્ટ સ્ટીફન કોલેજમાં યોજાયેલ એક કાર્યક્રમમાં RBIના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું છે કે, નાણાકીય નીતિની કેટલીક મર્યાદાઓ હોય છે તેથી ગ્રોથ વધારવા માટે માળખાગત સુધારા અને નાણાકીય ઉપાયોની જરૂર છે. ફૂડ પ્રોસેસિંગ ઈન્ડસ્ટ્રીઝ, ટુરિઝમ, ઈ-કોમર્સ, સ્ટાર્ટઅપ્સ અને ગ્લોબલ સપ્લાય ચેનનો હિસ્સો બનવાના પ્રયાસોને પ્રાથમિકતા આપવી જોઇએ. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચ પર ધ્યાન આપી રહી છે, આનાથી અર્થવ્યવસ્થાનો ગ્રોથ વધશે. પરંતુ રાજ્યોએ પણ ખર્ચ વધારીને ગ્રોથમાં યોગદાન આપવું જોઇએ.