વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રુનીની બે દિવસની ઐતિહાસિક મુલાકાતે આજે અહીં આવી પહોંચ્યા ત્યારે વિમાન મથકે બ્રુનીના યુવરાજ અબૂ મુહનાદી બિલ્લારે તેઓનું ભવ્ય સ્વાગત કર્યું હતું. વડાપ્રધાનને ગાર્ડ ઓફ ઓનર પણ અપાયું હતું.
વડાપ્રધાન અહીં આવી પહોંચ્યા પછી આ તેવા સમૃદ્ધ રાષ્ટ્રના સુલ્તાન, હસ-અલ-બોલ્કીયારે તેઓનું વિશ્વના સૌથી સમૃદ્ધ રાજમહાલય ધ ઈસ્તાના નુરૂબ ઈમાન પેલેસમાં સ્વાગત કર્યું હતું તે પછી બંને નેતાઓ વચ્ચે મંત્રણા થઈ હતી.